In this article
- AI ની વ્યાખ્યા
- AI ના પ્રકાર
- AI નો ઇતિહાસ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા
આજના મશીન યુગમાં સૌથી વધારે ચર્ચા જે શબ્દની થાય છે તે છે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence). જે પ્રકારે તેનો વિકાસ થઇ રહ્યો છે તેના પરથી લાગે છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ બુદ્ધિનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે.
કોમ્પ્યુટર વિજ્ઞાનની અદભૂત શોધ પૈકીની એક અને સૌથી શક્તિશાળી શોધ એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં માનવ બુદ્ધિ, વિચારો અને લાગણીઓ સિમ્યુલેટ થાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કોમ્પ્યુટર સિસ્ટમ પહેલા કરતા વધુ વિકસિત થઈ છે. ત્યારે તેના ઉપયોગ, તેના ફાયદા અને ગેરફાયદા અંગે ચર્ચા કરવી જરૂરી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે શું? (What is AI?)
સામાન્ય શબ્દોમાં સમજીએ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કોમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવ જ્ઞાન, વિચારો, લાગણીઓ અપલોડ કરવા અને માત્ર કોમ્પ્યુટરની મદદથી તેનો ઉપયોગ કરવો.
AI Gujarati વ્યાખ્યા: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિજ્ઞાનની એક એવી શાખા છે, જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે, જે મનુષ્યની જેમ વિચારીને નાની-મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, માણસો દ્વારા સૂચવવામાં આવેલા ઉકેલો મશીનની મેમરીમાં સંગ્રહિત થાય છે. માણસનું જ્ઞાન, અનુભવો અને વિચારો એ કોમ્પ્યુટરની પોતાની ભાષામાં એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના રૂપમાં સંગ્રહિત થાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ કોઈ કુદરતી જ્ઞાનનો ભંડાર કે બુદ્ધિ નથી, પરંતુ કોમ્પ્યુટેશનલ ઈન્ટેલિજન્સ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઇતિહાસ (History of AI)
- 1950: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત થઇ હતી.
- 1970: તેને ખરી ઓળખ મળી.
- 1981: જાપાનની પહેલ બાદ 'ફિફ્થ જનરેશન' નામની યોજના શરૂ થઇ હતી, જેમાં સુપર કોમ્પ્યુટરના વિકાસ માટે 10 વર્ષની એક રૂપરેખા તૈયાર કરાઈ હતી.
- બ્રિટન અને યુરોપ: જાપાનના પથ પર આગળ વધી બ્રિટને 'એલવી' નામનો પ્રોજેક્ટ તૈયાર કર્યો અને યુરોપિયન યુનિયન દ્વારા 'એસ્પ્રિટ' પ્રોજેક્ટ શરૂ કરાયો.
- 1983: કેટલીક ખાનગી સંસ્થાઓએ મળીને એક કન્સોર્ટિયમ માઈક્રો-ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર ટેક્નોલોજીની સ્થાપના કરી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ (Uses of AI)
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ સમય, પૈસા અને શ્રમ બચાવવા માટે તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યો છે.
- રોબોટિક્સ: AI નો સૌથી વધારે ઉપયોગ રોબોટ ટેક્નોલોજીમાં થાય છે.
- ટ્રાન્સપોર્ટેશન: ડિજિટલ અને લક્ઝરી કાર, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને એરોપ્લેનમાં તેનો ઉપયોગ થાય છે.
- રોજિંદા ઉપકરણો: માઇક્રોવેવ ઓવન, એર કંડિશનર, અને સ્માર્ટ હોમ ડિવાઇસીસ.
- હેલ્થકેર: દર્દીઓના નિદાન અને હ્યુમન બોડી કેર માટે.
- એન્ટરટેઈનમેન્ટ: વિડીયો અને કોમ્પ્યુટર ગેમ્સ.
AI ના મુખ્ય ખ્યાલો (Concepts of AI)
AI ને સમજવા માટે તેના કેટલાક પાયાના ખ્યાલો જાણવા જરૂરી છે:
- જ્ઞાનાત્મક વિજ્ઞાન (Cognitive Science): આ ક્ષેત્ર ખુબ જ વ્યાપક છે. જેમાં મગજ અને તેની પ્રક્રિયાઓનો અભ્યાસ થાય છે. તે માનસિક કામગીરીનો અભ્યાસ કરે છે.
- અભિગમો (Approaches):
- સિમ્બોલિક (Symbolic): સિમ્બોલનો ઉપયોગ કરીને ગણતરી.
- કનેક્શનિસ્ટ (Connectionist): સબ-સિમ્બોલિક અભ્યાસ, જે ન્યુરલ નેટવર્ક્સ પર આધારિત છે.
- એઆઈ મિકેનિઝમ્સ (AI Mechanisms): આ કૃત્રિમ સિસ્ટમ્સ છે જે સ્વયંસંચાલિત છે અને તર્ક (Logic) પર આધારિત છે.
AI ની એપ્લિકેશન (Applications)
AI નો ઉપયોગ અનેક પ્રકારે થાય છે:
- પેટર્ન રેકગ્નિશન (Pattern Recognition)
- કમ્પ્યુટર વિઝન (Computer Vision)
- વર્ચ્યુઅલ રિયાલિટી (Virtual Reality)
- ઇમેજ પ્રોસેસિંગ (Image Processing)
- ગેમ AI અને કમ્પ્યુટર ગેમ બોટ
- ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR)
- ચહેરાની ઓળખ (Face Recognition)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા અને ગેરફાયદા
| ફાયદા (Advantages) | ગેરફાયદા (Disadvantages) |
|---|---|
| ઝડપ: વ્યક્તિ કરતા ઝડપથી કામ પૂર્ણ કરવાની ક્ષમતા. | મૌલિકતાનો અભાવ: વ્યક્તિ જેવી મૌલિક ક્વોલિટી આવતી નથી. |
| ચોકસાઈ: કામમાં ભૂલ અને ખામી ઓછી થાય છે. | રોજગારી: નવી પેઢી માટે નોકરીઓ પર ખતરો બની શકે છે. |
| સરળતા: જટિલ સોફ્ટવેરને સરળતાથી સમજી શકાય તેવું બનાવી શકાય. | ફિલ્ટરિંગ: માહિતીનું કોઈ નૈતિક ફિલ્ટરિંગ હોતું નથી. |
| કાર્યક્ષમતા: સંસાધન અને સમયનો બચાવ કરી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. |
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ભારતમાં ભવિષ્ય
ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન અનુસાર, ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. 2020માં 3.1 બિલિયન યુએસ ડોલરથી વધીને 2025 સુધીમાં 7.8 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.
વિશ્વભરમાં સૌથી વધારે AI નો ઉપયોગ પણ ભારતમાં થઇ રહ્યો છે. ડગલેને પગલે તેનો ઉપયોગ ભારતના ભવિષ્ય માટે સારો છે, પરંતુ તેના સામાજિક ગેરલાભો પ્રત્યે પણ સાવચેત રહેવું જરૂરી છે.
શું તમે તૈયાર છો AI ની દુનિયામાં આગળ વધવા? અમારી સાથે જોડાયેલા રહો અને ગુજરાતીમાં AI શીખતા રહો.